નર્મદા: રાજપીપળા ખાતેની નાંદોદ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર બહાર ઉભરાતી ડબક મચ્છરોનું ઉપદ્રવ સ્થાન.?

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

એકાદ અઠવાડિયા થી કચેરીની ફરતે ઉભરાતી ડબકનું ગંદુ પાણી અતિશય દુર્ગધ મારતા સ્ટાફ તેમજ અરજદારોને ભયંકર તકલીફ પાલીકાને જાણ કરવા છતાં આ બાબતે કોઈ નિરાકરણ થયું નથીની વાત ખુદ મામલતદારે જણાવતા કામગીરી પર ઉઠતા સવાલ રાજપીપળા સ્થિત નાંદોદ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ફરતે ડબક માંથી દુર્ગધ મારતું ગંદુ પાણી બહાર આવતા કોરોના મહામારી વચ્ચે બીજો મોટો રોગચાળો ફાટે તેવી સાંભવના જોવા મળી રહી હોય આ બાબતે નાંદોદ મામલતદારે પાલિકા માં જાણ કરી છે પરંતુ હજુ કોઈ આવ્યું નથી ની વાત કરતા તંત્ર જ તંત્ર ના કામે ન આવતું હોવાનું ફલિત થતું હોવાનું જોવા મળ્યું હતું. કરોડોના ખર્ચે બનેલી નાંદોદ મામલતદાર કચેરી શરૂ થતાં ની સાથે જ અનેક સમસ્યાઓ બાબતે વિવાદ માં જોવા મળી છે જેમાં શરૂઆત માં ગંદકી બાદ લાંબા સમય થી લિફ્ટ બંધ અને હવે જનસેવા કેન્દ્ર ની પાછળ ડબક ઉભરાતા મચ્છરો નું ઉપદ્રવ સ્થાન બની ગઈ હોય ત્યાં આવતા રોજના હજારો અરજદારો તેમજ હાજર સ્ટાફ માટે બેસવું મુશ્કેલ બની ગયું હોય એકાદ અઠવાડિયા થી ડબક નું ગંદુ પાણી બહાર નીકળતા ત્યાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો જોવા મળી રહ્યો છે.મામલતદાર તાલુકા કક્ષા ની આ કચેરી માંજ જો આવી હાલત જોવા મળતી હોય અને આટલા દિવસો બાદ પણ આ સમસ્યા નું કોઈ નિરાકરણ ન આવે તો શુ સમજવું..? જોકે આ બાબતે અમે નાંદોદ મામલતદાર ડી.કે. પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ડબક માટે પાલિકા માં જાણ કરી છે પરંતુ ત્યાંથી હજુ કોઈ આવ્યું ન હોય આ માટે ફરી પાલિકા માં જાણ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *