રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
અમરેલી પંથકમાં ગ્રામ્ય વિસ્તારના તેમજ સિમ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસમાર બન્યાં છે મરામત કરવા મોરમ ઉપાડવાની મંજૂરી આપો ધારાસભ્ય ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરી હતી. લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરેલ છે કે બાબરા પંથકમાં અતિવૃષ્ટિના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ તેમજ ખેતી વાડી વિસ્તારના ગાડા માર્ગ અતિ બિસમાર બન્યાં છે ત્યારે તેની મરામત કરવા સરકારી ખરાબામાંથી મોરમ ઉપાડવાની પૂરતી છૂટ અને મંજૂરી સ્થાનિક ગ્રામ પંચાયત કચેરી ને આપવી જોઈએ જેથી સમય મર્યાદામાં ગ્રામ પંચાયત દ્વારા રોડ રસ્તાની મરામત કરાવી શકે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે સરકાર પડતર જમીનમાં માટી મોરમ ઉપાડવાની સ્થાનિક આગેવાનો પંચાયત કે નગરપાલિકા ને મંજૂરી નો હોવાથી રસ્તાઓની મરામત થઈ શકતી નથી જેથી ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તેમજ આગેવાનોને સરકારી ખરાબામાંથી મોરમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવે જેથી રસ્તાઓની ત્વરિત મરામત થઈ શકે હાલ સમગ્ર પંથકમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બગડ્યા છે તેમજ સિમ વિસ્તારમાં પણ ગાડા કેડી માર્ગ વધારે ખરાબ હાલતમાં હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડે છે.