રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા વિજપડી રોડ ઠેર ઠેર મોટા મોટા ખાડા પડતા વાહન ચાલકો માટે મુશ્કેલી ખાડા ની હિસાબે અકસ્માત પણ વધુ થવા લાગ્યા છે ત્યારે રોડની બંને સાઈડોનું પુરાણ પણ કરવામાં નથી આવ્યુ તેમજ ખેડૂતો ને પણ મોટી મુશ્કેલી પડી રહી છે જ્યારે ફોરવહીલ ખાડાની હિસાબે નીચેના ડીફરેજન ટુટી જાય છે ત્યારે આજુબાજુના ગામના લોકો રોષે ભરાયા હતા તંત્રની બેદરકારી થી અકસ્માત વધુ થવા લાગ્યા છે રાજુલા વિજપડી રોડ ઉપર કાઈમી માટે નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે રાજુલા વિજપડી રોડ મા કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર ના આક્ષેપો કર્યા હતા રોડ ત્રણ વર્ષ ની ગેરન્ટી મા હોય છે તે રોડ એક વર્ષ પહેલા ટુટી જાય છે ત્યારે તંત્ર ઘોર નિદ્રા મા છે કોઈ પણ મોટી જાનહાનિ થાય તેનો જવાબદાર કોણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગણી તાત્કાલિક ધોરણે રોડ રીપેરીંગ કરીને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.