રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
સાવલી થી આણંદ તરફ જતાં મુખ્યમાર્ગ પર કનોડા,પોઇચા ગામ પાસે મહીં નદીના પુલ ની આજુબાજુ ની પેરાફીટ ઉપર લોખંડ ની જાળી ફીટ કરવાની કામગીરી નો આરંભ કરાયો મહીનદી ના આ વિશાળ પુલ પર થી વારંવાર કૂદી ને આત્મહત્યા ના બનતા બનાવ ની વાત સ્થાનિક ધારાસભ્ય ને ધ્યાને આવતાં આર એન્ડ બી ના અધિકારીઓ ને ભલામણ કરતાં તાત્કાલિક ધોરણે લેવાયો નિર્ણય..
વડોદરા જિલ્લા ને સાવલી તાલુકા માં થઈ ખેડા નડિયાદ આણંદ જિલ્લા ને જોડતો કનોડાપોઇચા પાસે મહીસાગર નદી પર ના ઊંડા અને લાંબા વિશાળ બ્રીજ આવેલ છે જ્યાં છેલ્લા છ મહિના માં ચાર થી વધુ લોકો એ અગમ્ય કારણ સર ખુબજ ઉંચા પુલ પર થી મોત ની છલાંગ લગાવી આત્મહત્યા કરી આ બ્રીજ ને સ્યુસાઈડ પોઈન્ટ તરીકે નું લાંછન લગાવ્યું હતું જે બાબત સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર ને ધ્યાને આવતા આર,એન્ડ બી ના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી તાત્કાલિક ધોરણે અમલ થાય તે માટે રજુઆત કરતાં આજે પોઇચા મહીનદી ના પુલ ની લાંબી બંન્ને સાઈડ ની પેરાફીટ ઉપર ઉંચાઈ ધરાવતી જાળી ફિટિંગ કરવા ની કામગીરી આરંભાઈ હતી. જે થી કરીને સરળતાથી નદીમાં ઝમપલાવવું આ શક્ય બને અને આત્મહત્યા નું ઘટના ટાળી શકાય આગામી પંદરદિવસ માં ઝડપી રીતે લાંબા પુલ ની બંને બાજુ ની પેરાફીટ પર ગ્રીલ મારવાની કામગીરી પૂર્ણ કરાશે ના આશાવાદ સાથે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર એ જીવન ના કોઈપણ ઉતાર ચઢાવ માં આત્મહત્યા જેવું પગલું ન ભરવા નો સંદેશ મીડિયા મારફતે આપ્યો હતો.