રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ડોક્ટર દમયંતી બા ની શૈક્ષણિક લાયકાત એમ.એ. એમ.એડ, એમ.ફિલ.,પી.એચ.ડી.રનીગ જય માતાજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની પણ ફરજ પાંચ વરસ થયા બજાવી રહ્યા છે ૫૦ જેટલી દિકરીઓના મેરેજ કરાવી કન્યા દાન તરીકે ફરજ બજાવી છે ગાયોને ઘાસચારો આપી રહ્યા છે અને અનેક મૂંગા જીવ પર જીવ દયા રાખી અને સેવાકીય પ્રવૃત્તિમાં સતત પ્રયત્નશીલ રહ્યા છે આત્મામાં જ પરમાત્મા છે અને જનસેવા પશુ સેવા એ જ પ્રભુસેવા છે એવી નીતિ સાથે સતત કાર્યશીલ રહે છે
આયુર્વેદ અને વનસ્પતિ ઓ માંથી બનાવે છે કેન્સરની દવા ઘણી બહેનો માં ગર્ભાશય કેન્સર મટાળ્યા હાલમાંજ ગુજરાત રાજ્ય માંથી શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ મેળવેલ પ્રદિપસિંહ સિંધાના પત્ની ડોક્ટર દમયંતી બા સિંધા પણ અનોખી લોક સેવા કરી રહ્યા છે પ્રદીપસિંહ સિંધા ને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે ત્યારે તેમના પત્ની ડો દમયંતીબા પ્રદીપસિંહ સિંધા પણ લોક સેવામાં પાછળ નથી તેઓ નેચરોથેરાપી દ્વારા કેન્સર જેવી ઘાતક બીમારી નો ઈલાજ કરે છે અને એ પણ ફક્ત એક રૂપિયા માં અને આ એક રૂપિયો પણ ગાયો ના સંરક્ષણ માટે ફંડ તરીકે ભેગા કરે છે.
ડો દમયંતીબા એ એમ.એ. એમ. એડ ડીગ્રી મેળવી છે તેમજ તેઓએ નેચરોપેથી માં એમ.ડી ની ડીગ્રી હાંસલ કરી છે ઉપરાંત તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજપીપળા માં યોગ ટ્રેનર તરીકે પણ સેવા આપી રહ્યા છે આ ઉપરાંત અનેક નેશનલ ઇન્ટરનેશનલ વર્કશોપ અને સેમિનાર પણ કરેલ છે. યક્ષ દેવ નેચર કેર ક્લિનિક માં દર મહિને ૦૧ થી ૧૨ વર્ષના બાળકને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવે છે જેથી બાળકનો શારીરિક બૌદ્ધિક વિકાસ થાય.
ડો.દમયંતીબા એ જણાવ્યું હતું કે કેન્સરના દર્દીઓ માટે માત્ર અને માત્ર એક જ રૂપિયામાં તેઓ દવા આપે છે છે અત્યાર સુધીમાં આયુર્વેદિક દવા અને વનસ્પતિ દ્વારા બહેનોને ગર્ભાશયના કેન્સર મટાડી આપ્યા છે ઉપરાંત બહેનો પોતાના પગભેર થાય એના માટે અનેક બહેનોને સિંવણ અને બ્યુટી પાર્લરની તાલીમ આપી તેમને પગભેર કર્યા છે આજે એ બહેનો મહિને પાંચ હજાર થી પચાસ હજાર રૂપિયા કમાતી થઈ ગઈ છે. પાંચ વરસના ભૂલકા થી માંડીને ૮૦ વર્ષની વૃદ્ધા બેનો સ્વસ્થ અને નિરોગી રહે એના માટે ડો.દમયંતીબા રોજ મફત યોગ કલાસીસ ચલાવીને યોગની તાલીમ પોતે જાતે આપીને સ્વસ્થ ભારત નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે લકવાના દર્દીઓ માટે વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ વાટીને દવા તૈયાર કરી ને પીવડાવીને લકવા ના દર્દીઓને પણ પથારીવશ હતા તેને પણ ઊભા કર્યા છે ગરીબ બહેનોને ભણાવવા માં બાપ વગર ની દિકરીઓને કન્યાદાન આપી અને ઘરવખરીનો સામાન આપીને લગ્ન કરાવવા વિગેરે સામાજિક કામો થકી તેમણે ગરીબ બાળકીઓ ના ઘર ઉજાગર કર્યા છે ઉપરાંત પ્રાણી અને પક્ષીઓ ની પણ સતત તેઓ સેવા કરતા રહે છે. આમ એક સારા શિક્ષક ની પત્ની પણ સમાજ માટે બહુમૂલ્ય ફાળો આપી લોક સેવા માં જોતરાયેલ છે સલામ છે આવિ નારી શક્તિ ને કે જે નારી શક્તિ નું ઉત્તમ ઉદાહરણ છે.