રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોરોના મહામારી સમયે જ્યારે દરેક વ્યક્તિ પોતાનું અને પોતાના પરિવાર નું સ્વાસ્થ્ય સારું રહે અને કોરોના જેવી મહામારી થી બચે તે માટે સતત કાર્યશીલ અને ચિંતિત હોય છે ત્યારે પરિવાર થી દુર જેલ માં બંધ બંદીવાનો નું સ્વાસ્થ્ય જળવાય તે પણ મહત્વ નું છે કેટલાય શહેરો માં જેલમાં બંધ બંદીવાનો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજપીપલા જિલ્લા જેલ માં કેદીઓ નું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે ખાસ કોરોના મહામારી માં કોઈ કેદી કોરોના માં ન સપડાય તે માટે જેલ વહીવટી તંત્ર દવારા વિશેષ કાળજી લેવામાં આવે છે ઉપરાંત રાજપીપલા જિલ્લા જેલ ના જેલર એમ.એલ. ગમારા ના સતત પ્રયાસો થકી જેલ નું અને આસપાસનું વાતાવરણ હરિયાળું પણ બન્યું છે આ બાબતે જેલર એમ. એલ. ગમારા એ જણાવ્યું હતું કે નવી જેલ બની અને મેં અઢી વર્ષ પહેલાં ચાર્જ સંભાળ્યો ત્યારે મને શોખ છે કે આ જેલ ને ગ્રીન જેલ બનાવું અહીંયા આસપાસ ફૂલ છોડ, ઘાસ વિગેરે નું જતન કરાયુ છે ઉપરાંત આઈ જી રાવ સાહેબ અને ગઢવી સાહેબ ની સૂચના મુજબ કેદીઓ ને જરૂરી સુવિધાઓ આપવામાં આવે છે ઉપરાંત કોરોના મહામારી જેલ માં પ્રવેશે નહીં તે માટે નિયમિત ચેકઅપ તેમજ અઠવાડિયા મા ત્રણ દિવસ હોમીઓપેથી દવા આરસેનિક આલ્બમ પોટેનસી 30 ગોળી તેમજ ચાર દિવસ આયુર્વેદિક ઉકાળો કેદીઓ ને આપવામાં આવે છે ઉપરાંત જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગ ના એપેડેમીક અધિકારી બંને કેદીઓ ના સ્વાસ્થ બાબતે ઘણા સકારાત્મક છે અને ગમે ત્યારે કેદીઓ નું આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાવો હોય તે માટે બાંહેધરી પણ આપી છે ઉપરાંત બાળકો ગુનાહિત પ્રવૃત્તિ તરફ ન વળે તે માટે ખાસ માતા પિતા પોતાના બાળકોનું ધ્યાન રાખે તેમ પણ તેઓએ આહવાન કર્યું છે.