બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
રિવરબેડ પાવર હાઉસના બે યુનીટ અને કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ યુનીટ દ્વારા થઇ રહેલું વિજ ઉત્પાદન ઓમકારેશ્વર ડેમમાંથી નિરંતર ૬૭ હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાઇ રહ્યોં છે.
ગતરોજ બપોરે ૩-૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૩૭.૧૪ મીટર નોંધાવા પામી હતી. ડેમના બધા જ દરવાજા બંધ છે. રિવરબેડ પાવર હાઉસના ૬ માંથી ૨ યુનીટ ચાલુ છે, જેને કારણે ૧૪ હજાર ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ ભરૂચ તરફ વહી રહ્યોં છે. કેનાલ હેડ પાવર હાઉસના પાંચ યુનીટમાંથી ૩ યુનીટ ચાલુ છે, જેને કારણે ૧૩ હજાર ક્યુસેક જેટલો પાણી પ્રવાહ મુખ્ય કેનાલ તરફ વહી રહ્યોં છે. સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી નિરંતર ૬૭ હજાર ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યોં છે.