રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
અઠવાડિયાથી ડેપોના તમામ પંખા બંધ હાલતમાં હોય પ્લેટફોર્મ પર બસની રાહ જોઈ ઉભેલા મુસાફરો ભયંકર ગરમીમાં રોકાતા હોય પંચમહાલ મિરર સમાચાર પત્રમાં બુધવારે અહેવાલ પ્રસિદ્ધ થતા જ અધિકારીઓ સફાળા જાગ્યા,
નર્મદા જિલ્લાના વડા એવા રાજપીપળા એસટી ડેપોમાં ભારે વરસાદમાં છત પર થી ટપકતા પાણી ડેપોના પ્લેટફોર્મ ઉપર તો ફરી વળ્યા હતા પરંતુ દીવાલ પર લાગેલા પંખાઓમાં પણ આ પાણી ભરાઈ પ્લેટફોર્મના તમામ પંખા બંધ થઈ ગયા હોવાના કારણે બસની રાહ જોઈ કલાકો ઉભા રહેતા મુસાફરો હાલ વરસાદ બંધ થયા બાદ પડી રહેલી આકરી ગરમી માં બફાઈ જતા હોવાના અહેવાલ પંચમહાલ મિરર દ્વારા અમે ડેપોના સત્તાધીશોની પોલ ખોલતા ડેપોના અધિકારી ઓએ આળસ ખંખેરી હોય એમ બીજા જ દિવસે પંખા ચાલુ કરાવતા અંતે મુસાફરો ને ગરમીમાં રાહત મળી હતી.આમ પંચમહાલ મિરર સમાચાર પત્રમાં ડેપો સત્તાધીશી ની પોલ છતી થતા ડેપો પર આવતા મુસાફરો એ હાશકારો અનુભવ્યો હતો..