રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
ઉપલેટા નગરપાલિકા સંચાલિત શહેરની ખ્યાતનામ દેસાઈ પ્રાથમિક શાળા સેવાભાવી કાર્યદક્ષ અને જુદીજુદી શૈક્ષણિક અને ઈતર પ્રવૃતિઓ જેવીકે વૃક્ષ રોપણ ગણિત વિજ્ઞાન પ્રદર્શન વકૃત્વ સ્પર્ધા અને વિદ્યાર્થીઓનું ઘડતર કરી તેમાં રહેલ શક્તિને બહાર લઈ આવવામાં જેનો મુખ્ય ફાળો કાયમી માટે હોય છે એવા કાર્યદક્ષ શ્રી વિપુલભાઈ આર એરડાનું તાજેતરમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલો હતું આ સન્માન બદલ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સ્કૂલ બોર્ડના ચેરમેન વાઇસ ચેરમેન સહિતનાઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવેલ હતા.