રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
ડેડીયાપાડા તાલુકામાં ગંગાપુર ગામ પાસે કરજણ નદીને મળતી પ્રશાખા લોકલ ખાડી (નાની નદી) પર ફિલ્ડ પ્રકારનો માટીનો બંધ તથા ઓગી પ્રકારનો વેસ્ટ વીયર બાંધવાનું ક્ષેત્રીય આયોજન છે. તેથી સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ.
પરંતુ આ આયોજન થી ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર વિસ્તારના ખેડૂતોને સંતોષ નથી, આ વિસ્તારના ખેડૂતોની માંગણી ખાડી (નાની નદી) નો પાણીનો પ્રવાહ જોતા માટીનો બંધ કે વેસ્ટ વિયરના સ્થાને મધ્યમ કક્ષાનો પાકો ડેમ બાંધવાની જરૂર છે. સૂચિત યોજના છે તે ખુબ જ નાની છે. ૧૯૮૮ થી ગંગાપુર ડેમ મોટો બને તેવી માંગણી થતી આવી છે. આજ રોજ ગંગાપુર ગામે મળેલી મિટિંગમાં ખેડૂતોની માંગણી ડેમ મધ્યમ કક્ષાનો બને તથા તેમાં નર્મદાના ડેમનું પાણી નાખવામાં આવે, નર્મદા નદીનું પાણી કણજી વાંદરી, માથાસરની આસપાસ થી લિફ્ટ કરી અથવા પર્વતમાં બોગદુ પાડીને પીપલોદની ખાડીમાંથી કરજણ નદીમાં નાખી શકાય તેમ છે, આ નર્મદા ડેમનું પાણી કરજણ ડેમ તથા ગંગાપુર ડેમમાં નાખવામાં આવે તો ડેડીયાપાડા તાલુકાની ખેડૂતોના સિંચાઇ માટેની સમસ્યા કાયમને માટે ઉકેલાઈ તેવું ઉપસ્થિત ખેડૂતોનું માનવું છે. તેથી આ સૂચિત ગંગાપુર ગામ પાસેનો ડેમ વધુ પાણીનો સંગ્રહ થાય તેવો મોટો બનાવવાની માંગણી કરવામાં આવી.
આજની મીટિંગમાં ગંગાપુર, જામની, કેવડી,કાકરપાડા, કણબીપીઠા, આંબાવાડી, ડાભણ, ખોડાઆંબા, હરીપુરા ગામના ખેડૂતો તથા ડેડીયાપાડા તાલુકાના આગેવાનો, તાલુકા પ્રમુખ માનસિંગભાઈ, જિલ્લા પંચાયત સભ્ય પ્રર્યુષાબેન, ડેડીયાપાડાના વડીલ દિવાલભાઈ તથા તાલુકા પંચાયત સભ્ય કરણભાઈ, માધુભાઈ, ગિમ્બાભાઇ તથા ભા.જ.પા.માજી.પ્રમુખ લક્ષ્મણભાઈ, માજી. જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ, જામની ગામના સરપંચ શિવરામભાઈ, કનબુડી ગામના સરપંચ પ્રતાપભાઈ, કેવડી ગામના સરપંચ કુંવરજીભાઇ, માજી સરપંચ ગોપાલભાઈ, માજી. મહામંત્રી સુરેન્દ્રભાઈ પંચાલ, આદિજાતી મોરચાના મહામંત્રી મનસુખભાઈ, જામની ગામના આગેવાન પ્રકાશભાઈ વગેરે હાજર રહ્યા હતા.