રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
સિધ્ધપુર શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે પાટણ , સરસ્વતી અને સિધ્ધપુર ત્રણ તાલુકાના ” સાત પગલાં ખેડૂત કલ્યાણના ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિડીઓ કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિતિમાં ગુજરાત જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયો.
કાર્યક્રમમાં દીપ પ્રાગટય બાદ પાટણ જિલ્લા નાયબ ખેતી નિયામક ડી.ડી.પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત અને ઉદ્દબોદન આપ્યું હતું. મહાનુભાવો ના ઉદ્દબોદન અંતર્ગત વિનુભાઇ પ્રજાપતિ એ યોજનાઓની પ્રાથમિક માહિતી આપી હતી અને ડી.કે.પારેખ એ પાટણ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતોને યોજનાનો લાભ લેવા આહવાન કર્યું હતું. કાર્યક્રમ ના મુખ્ય મહેમાન બળવત સિંહ રાજપૂત એ ખેડૂતોને પરંપરાગત ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતુ અને ઉપસ્થિત સર્વે લાભાર્થી ખેડૂતોને આ યોજનાઓનો ગામમાં પ્રચાર પ્રસાર કરવા આહવાન કર્યું.
વધુમાં આ પ્રસંગે અધ્યક્ષ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અન્વયે ખેડૂતોના હિતાર્થે આત્મનિર્ભર ભારત અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરિવહન યોજનાઓના લાભો વિશે જણાવેલ અને આગામી સમયમાં વધું પ્રમાણમાં ખેડૂતો યોજના સાથે જોડાવવા અનુરોધ કર્યો હતો. ખેડુતોને ખેત ઉત્પાદન સાથે તેનું માર્કેટિંગ અને મુખ્ય વૃધ્ધિ કરી વધુ આવક મેળવવા જણાવ્યું હતું. સાત પગલાં ખેડુત કલ્યાણ માં આવતી સાત યોજના જે પૈકી ૧) મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના , ૨) કિસાન પરિવહન યોજના , ૩) ખેડુતો અને ખેત મજૂરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના , ૪) ટપક સિંચાઇ મારફત પાણીના કરકસર ઉપયોગ માટે કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા સહાય યોજના , ૫) દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી , ૬) જીવામૃત બનાવવા કીટ માટે સહાય , ૭) વિના મૂલ્યે છત્રી અને શેડ કવર પુરા પાડવાવ , આમ કુલ સાત યોજનાઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ , જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ , જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ મગનભાઈ પટેલ , જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શંભુભાઈ દેસાઇ , જીલ્લા ભાજપ મંત્રી જસુભાઇ પટેલ , જીલ્લા ડેલીગેટ કાનજીભાઈ દેસાઇ, કિસાન મોરચા પ્રમુખ મનુભાઈ પટેલ , તાલુકા વિકાસ અધિકારી એ.એ.રાજપુરા , જીલ્લા ડેલીગેટ મણીલાલ ,તાલુકા ડેલીગેટ કલાવતીબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ના અંતે પાટણ પેટા વિભાગ મદદનીશ ખેતી નિયામક હીરેન પટેલ દ્વારા આભાર વિધિ બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.