રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
લુણાવાડા તાલુકાના બાવન પાટીદાર સમાજ ઘર ખાતે આત્મ નિભૅર પેકેજ અતગૅત ચાલુ વર્ષે ૨૦૨૦-૨૧ મા ખેડૂતો માટે ખાસ સાત પગલા ખેડુત કલ્યાણ અતગૅત મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરીવહન યોજના હેઠળ મીડીયમ સાઇઝ ગુડઝ કેરેજ વિહિકલ ખરીદવા માટે સહાય આપવાની નવી યોજનાના ખેડુત લાભાર્થીઓને મંજૂરી હુકમોના વિતરણ અને અન્ય યોજનાની જાણકારી મળી રહે તેવા શુભ આશયથી લોકાપૅણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમા લુણાવાડા બાલાશિનોર અને વીરપુર તાલુકાના માણસો ઉપસ્થિત રહ્યા હતા
આ કાયક્રમના સમારંભના અધ્યક્ષ ચેરમેનશ્રી ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ રાજેશભાઈ પાઠક તેમજ પંચમહાલના સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ.દાહોદ જિલ્લાના સાંસદ સભ્ય જસંવતસિહ ભાભોર તેમજ લુણાવાડા.બાલાશિનોર અને સંતરામપુરના માનનીય ધારાસભ્યો.અને મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ખાંટ હાજર રહ્યા હતા. કોરાના મહામારી બિમારીને ખાસ ધ્યાન રાખીને આ કાયક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.