મહીસાગર: લુણાવાડામાં જેસી સપ્તાહ ૨૦૨૦ની ઉજવણીના ભાગ રૂપે કોરોના પ્રતિરોધક ઉકાળો તથા હોમીઓપેથી દવાનું મફત વિતરણ કરવામાં આવ્યું.

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

શુક્લ ડેવલોપર્સ લુણેશ્વર નગર પ્રેઝનસ જેસીઆઈ લુણાવાડા દ્વારા જેસી સપ્તાહ ૨૦૨૦ની ઉજવણી ના ભાગ રૂપે મફત કોરોના પ્રતિરોધક ઉકાળા વિતરણ કેમ્પમાં ૩૪૬ લોકોએ લાભ લીધો.૫૦૦ મફત હોમીઓપેથી દવા વિતરણ કેમ્પ અને ૨૦૦૦ જેટલા મફત માસ્ક વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.સેવ વોટરના ૩૫ પોસ્ટર લગાવી પાણી બચાવોની અપીલ કરવામાં આવી પેસ્ટ સુપર સ્વેગ પ્રેઝનસ પાણીના ૫૦ નળનું વિતરણ કરવામાં આવ્યું.ઓનલાઇન ડ્રોઈંગ કોપીટીશનમાં જુદી જુદી વય જૂથમાં ૫૭ જેટલા એ ભાગ લીધો હતો. ઝોન ૮ માંથી ઝોન ડિરેક્ટર જેસીરેટ વિન્ગ દીપ્તિ બેન શાહ. ઝોન ડિરેક્ટર ભાવિશા પટેલ ,ઝોન વાઇસ પ્રેસિડેન્ટ જેસી નિતેશ મહેશ્વરીઝોન ડિરેક્ટર વેબ એન્ડ સોશ્યિલ મીડિયા જૈમીન ભટ્ટ,ઝોન ડિરેક્ટર મેનેજમેન્ટ જેસી ચિત્રાંગ સાવલિયા ઝોન સેક્રેટરી જેસી ઈશાન અગ્રવાલ,ઝોન ડિરેક્ટર બિઝનેસ જેસી ગુલામ ભાઈ.ઝોન વાઇસ પ્રેસિડેન્ટ,જેસી હેમાંગ પટેલ અને એલ.પી.જી ટિમ ઓફ જેસીઆઈ લુણાવાડા, લુણાવાડા નગર પાલિકા પ્રમુખ બ્રિન્દા શુક્લ જેસીઆઈ લુણાવાડાના પ્રેસિડેન્ટ ડો સુભાષ પોરવાલ જેસીરેટ વિન્ગ ચેરપર્સન અમૃતા પટેલ ઉપરાંત પાસ્ટ અને કરરેન્ટ લોમ અને ઝોન ઓફિસર તથા જેસીઆઈ લુણાવાડા ની ટીમ હાજર રહી હતી.ઓપનિંગ સેરેમનીમાં કી નોટ સ્પીકર જેસી સંજય શાહ ,ચીફ ગેસ્ટ નગર પાલિકા પ્રમુખ બ્રિન્દા બેન શુક્લ ,ગેસ્ટ ઓફ ઓનર ડીએચઓ મહીસાગર ડો. સ્વપ્રિલ શાહ હાજર રહયા હતા.કોરોના અવેરનેસ વેબીનાર ના મુખ્ય વક્તા ગેસ્ટ ઓફ ઓનર ડીએચઓ મહીસાગર ડો.સ્વપ્રિલ શાહ એ ખુબજ સારી માહિતી આપી હતી.જેમાં જેસીઆઈ લુણાવાડાના સભ્યો લુણાવાડાના નગરજનો એ લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *