રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માગરોળ, દરીયાઈ પંથકમા નારીયળી ના બગીચાઓમા આવેલ સફેદ માખી ના રોગથી બાગાયત ખેડૂતો પરેશાન, નારીયળીના અસ્તીત્વ સામે સવાલ,ખેડુતો દ્રારા ફુગીગ મશીન દ્રારા ધુવાડો કરી દવાનો છટકાવ કરવામા આવે છે, સોરાષ્ટ્રમા માધુપુરથી ઉના સુઘી દરીયાઈ વિસ્તારમા નારયળીનુ વાવેતર કરવામા આવે છે, જેથી લીલી નાઘેર તરીકે ઓણખાય છે, પરંતું કેટલાક માસથી આ નારયળીના ઝાડમા સફેદ માખી નામના રોગ આવવાથી ખેડુતોના તૈયાર બગીચાઓ નાશ પામી રહ્યા છે, ખેડુતો દ્રારા નવા નવા પ્રયોગ કરી દવાઓનુ છટાવ કરવામા આવે છે, હાલ આ રોગ પર નિયંત્રણ માટે ફુગીગ મશીન દ્રારા ઘુમાડાઓ કરી દવાઓનુ છટકાવ કરમા આવી રહિયો છે, ફુગીગ મશીન દ્રારા દરરોજનુ ૨૦ થી ૩૦ વિઘામા ઘુમાડાઓ કરી આ છટકાવ કરવામા આવે છે, આ સફેદ ફૂગને લીઘે સાસંદ અને ધારાસભ્યો દ્રારા બાગાયત અને કુષી મંત્રાલયને રજુઆત પણ કરી પરંતુ હાલ આ રોગ નિયંત્રણ મામલે ત્વરીત પગલા ભરાયા ના હોવાથી ખેડુતોમા ભય જોવા મળી રહ્યો છે.