રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા સાવરકુંડલા માર્ગ પર આવેલ ઝાપોદર પુલ જર્જરિત થતા સરકારમાં રજુઆત કરતા સમારકામ શરૂ થયા બાદ આજે નાના વાહનો શરૂ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા રજુઆત કરતા ૧૦ દિવસમાં મોટા વાહનો પણ શરૂ કરવી દેવામાં આવશે. આ રસ્તો ચાલુ થતા આગરિયા ઝાપોદર વાવડી સહિતના ૨૦ ગામોના લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.