રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેરીયાજ ગામે આવેલા ગોંદરા કોઝવેમાં પર નાહવા પડેલા મૂળ આરેણાના ૧૯ વર્ષીય યુવાન કાના ભોજા ગળચર નું મોત નીપજ્યું છે. માંગરોળ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી આ યુવાન શેરીયાજ ખાતે આવેલા ગોંદરા કોઝવે પર નાહવા પડ્યો હતો ત્યારે અચાનક ડૂબાયો હતો.ત્યાં હાજર લોકો દ્વારા રેસ્ક્યુ કરી યુવાન ને બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવા જતા રસ્તામાં જ દમ તોડ્યો હતો. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ આવવામાં આવી હતી.જ્યાં મોટી સખ્યામાં મૃતકના પરિજનો હાજર રહ્યા હતા. આ જગ્યા નાહવા લાયક ના હોય તેમજ અવારનવાર આવા બનાવો બનતા હોય જેથી કરી ત્યાં કોઈએ નાહવા આવવું નહીં તેવુ સ્થાનિક આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી.