રિપોર્ટર:- પાયલ બાંભણિયા,ઊના
વેરાવળ કોરોના વાયરસના સંક્રમણના કારણે ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉન અમલમાં છે. રાજ્યમાં જળસંચયની કામગીરી સંબંધિત વિભાગ દ્રારા ગત વર્ષે વિવિધ કામ હાથ ધરવામાં આવેલ હતા. આ વર્ષે પણ જળસંચયનો વ્યાપ વધે તે માટેના કામો ચોમાસા પહેલા લોકભાગીદારીથી હાથ ધરવા સુજલામ સુફલામ જળ અભિયાન-૩ શરુ કરવા માટે રાજ્ય સરકાર દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૩ જિલ્લાઓમાં કુલ ૧૪૬૯૪ કામોની મંજુરી આપવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ૨૯૭ કામોનો સમાવેશ થાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં હયાત તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમનુ ડિસીલ્ટીંગ, નુકશાન પામેલ ચેકડેમના રીપેરીંગ, નદીઓના પ્રવાહને રોકતા ગાંડાબાવળ, ઝાડ ઝાખરા દુર કરવા વિગેરે કામગીરી લોકભાગીદારીથી સ્વચ્છિક સંસ્થા, ઉધોગોગૃહો, ધાર્મિક સંસ્થાઅને મનરેગા હેઠળ કામગીરી કરવાની થાય છે.
વેરાવળ તાલુકાના મંડોર ગામે ચેકડેમ ડિસીલ્ટીંગનું કામ એક જેસીબી અને પાંચ ટ્રેકટર, સીમાર ગામે કેનાલ સફાઈ અને વોકળો ઉંડો ઉતારવાનું કામ એક જેસીબી અને ૩ ટ્રેકટર, સોમનાથ બંધારા ડેમ, ગાંડા બાવળ દુર કરવા ૩ મજુરો, સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે ચેકડેમ ડિસીલ્ટીંગ એક હીટાચી, ૫ ડમ્પર દ્રારા કામની શરુઆત કરવામાં આવી છે. કામે આવતા શ્રમિકો તથા ડ્રાઈવરોની આરોગ્યની તપાસ કરવામાં આવે છે. અભિયાન હેઠળ કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉનમાં સરકાર દ્રારા આપવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર માસ્ક, સેનેટાઈઝેશન તથા સામાજીક અંતર જાળવવા સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા તકેદારી રાખવામાં આવે છે
પળે…પળે… ના સમાચાર ને વાંચવા માટે અમારા પંચમહાલ મિરર ના ગ્રુપ માં જોડાવ …ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક એ ક્લિક કરો….
https://chat.whatsapp.com/JE52EH7Qaq6I7aNk63cIh1