રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
રોડ નીચે પોલાણ થઈ જતા રોડ બેસી જવાની શક્યતા
ખારાઘોડા મીઠાનું હબ હોઈ આ રોડ પરથી મીઠું ભરીને ટ્રકો નીકળતી હોય જો રોડ બેસી જાય તો મોટી દુર્ઘટના થવાની સંભાવના વ્યક્ત થવા પામી
પાટડીથી ખારાઘોડા રોડ પર બે દિવસ પહેલા ભૂવો (ખાડો)પડ્યો હતો, જેમાં કપચા નાંખી ખાડો પુરવામાં આવ્યો હતો.પરંતુ રોડ નીચેથી કેબલ નાંખવા માટે રોડની આર પાર ખોદયા બાદ તેમાં બુરણ ન કરતા તેમાંથી વરસાદી પાણી નીકળતા રોડ નીચે પોલાણ થઈ ગયું છે, જેથી એક ભુવામાં કપચા નાખ્યાં હતાં તેતો અંદર જતાં રહ્યાં છે, જ્યારે રોડની બીજી બાજુ પણ આજે બીજો ભુવો પડ્યો હતો, આ રોડ પર સરકારી હોસ્પિટલ, શાળાઓ, કોલેજ, જીઈબી કચેરી, ફોરેસ્ટ કચેરી , નર્મદા કચેરી,આવેલી હોઈ ખુબજ વાહનો ની અવર જવર રહે છે, અને ખાસ વાતતો એ છે કે, ખારાઘોડા મીઠાનું હબ હોઈ આ રોડ પરથી મીઠું ભરીને ઓવરલોડ ટ્રકો નીકળતી હોય જો રોડ બેસી જાય તો મોટી જાનહાનિ થવાની સંભાવના છે,અને આજ રોડ પરથી મોટાભાગના લોકો વોકિંગ માટે જતાં હોઈ આ ખાડામાં પડવાથી દુર્ઘટના થવાની શક્યતા ઉભી થવા પામી છે, આથી સત્વરે તંત્ર દ્વારા રોડ પર પડેલ ભુવાનુ સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.