બનાસકાંઠા: કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારી પત્રો ભરાયા.

Banaskantha Latest
રિપોર્ટર: વેલાભાઈ પરમાર,કાંકરેજ

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ ની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે તારીખ ૮/૦૯/૨૦૨૦ ના રોજ બપોરે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અમરત જી ઠાકોર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હેમુભાઈ જોષી અને કોંગ્રસના જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રમુખ તરીકે ઠાકોર ક્રિષ્નાબેન રમતૂજી એ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું જેમાં ઉપ પ્રમુખ તરીકે રામસી ભાઈ ખુમાભાઈ રબારી ના ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં ડમી ઉમેદવાર તરીકે ઇન્દુબેન પ્રતાપજી અને ટેકેદાર રમજાબેન્ન બળવંત જી દુધેચા એ ટેકો આપ્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ ફોર્મ ભરવા માટે આવ્યા ન હતા પરંતુ તાલુકા ભાજપના ઇસુભા વાઘેલા અને અમિભાઈ દેસાઈ ભાજપ ના ઉમેદવારી પત્રો રજૂ કરવા માટે આવ્યા હતા ત્યારે તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી એ કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે દાવેદાર માનવામાં આવે છે તે ક્રિષ્નાબેન ઠકોરનું ઉમેદવારી પત્ર સ્વીકાર્યું હતું અને ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ના ઉમેદવારી પત્રો ખાનગી રાહે બે વાગ્યે સ્વીકાર્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી માં ખેંચતાણ ચાલી રહી હોવાનું લોકોમાં ભારે ચર્ચા ના ચકડોળે ચડવા પામ્યું હતું ત્યારે ભાજપના બંને મિત્રો ને ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ના નામ બાબતે પુસ્પરસ કરતાં તેઓએ ના પાડી દીધી હતી અને તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી એ જણાવ્યું હતું કે તમામ પ્રકારની ચકાસણી બાદ સાંજે દરેક ઉમેદવાર ના નામો જાહેર કરવામાં આવશે જોકે ભારતીય જનતા પાર્ટી ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી હતી ત્યારે ૧૩/૩/૨૦૧૮ થી ૩/૮/૨૦૧૯ સુધી કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે સેવા આપી હતી ત્યારે કોંગ્રસ ના સાત જેટલા ચૂંટાયેલ સભ્યોએ બળવો કરી ને ભાજપમાં સામેલ થયા હતા જેમાં ૨૨/૮/૨૦૧૯ થી ૨૨/૮/૨૦૨૦ સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે તેજાભાઇ દેસાઈ એ સેવા આપી હતી અને હવે અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ફરીથી એકવાર વાતાવરણમાં એકાએક ગરમાવો આવ્યો હતો અને કોંગ્રેસ પક્ષના ચાર જેટલા લોકો ફરીથી એકવાર કોંગ્રેસ માં પરત ફરતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે જોકે કાંકરેજ તાલુકા પંચાયત ની ત્રીસ સીટો હોવાથી માંડલા તાલુકા પંચાયત ની સીટ ઉમેદવાર નું નિધન થતાં હાલમાં ખાલી પડી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના આઠ સભ્યો ચુંટાયા હતા અને એક અપક્ષ તરીકે ચૂંટાયેલ હતાં ત્યારે કોંગ્રેસ પક્ષના એકવીસ સભ્યો સાથે પહેલાં જ તાલુકા પંચાયત કબ્જે કરી હતી ત્યારે કોંગ્રસ ના આંતરિક વિખવાદ ના કારણે તાલુકા પંચાયત પ્રમુખ ની ખુરસી ખોવાનો વારો આવ્યો હતો ત્યારે ભાજપે રૂપિયા ના જોરે સત્તા પર મહોર મારી હતી ત્યારે હવે આ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ફરીથી સત્તા મેળવવા માટે ભાજપ આકાશ પાતાળ એક કરી ને તાલુકા પંચાયત પર કબ્જો મેળવવા માટે પ્રયાસો કર્યા છે હાલમાં સ્ત્રી સીટ હોવાથી હવે કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે તાજ પહેર શે તેમાં નવાઈ નથી પરંતુ હજુ સુધી ભાજપના ઉમેદવારના નામો જાહેર ન કરાતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *