રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
વરસાદમાં છત પરથી પાણી ટપકતા ડેપોના બધા પંખામાં પાણી ભરાઈ જતા બંધ હાલતમાં નર્મદા જિલ્લાના રાજપીપળા એસટી ડેપોનો ખાડે ગયેલો વહીવટ દિવસે ને દિવસે વધુ બગડતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ ભારે વરસાદમાં ડેપો ની છત પર થી ટપકતું પાણી વરસાદ બંધ થયા બાદ બંધ થયું પરંતુ હવે નવી મુસીબત માં વધારો જોવા મળ્યો. જેમાં પ્લેટફોર્મ પર લાગેલા દીવાલ પંખામાં વરસાદી પાણી ભરાઈ ગયા બાદ બધા જ પંખા બંધ થઈ જતા હાલ પડી રહેલી ભયંકર ગરમીમાં કલાકો પ્લેટફોર્મ પર ઉભા રહેતા મુસાફરો અને નાના બાળકો અકળાઈ ઉઠ્યા હતા અને ત્યાં હાજર કંટ્રોલર પર રોષ ઠાલવ્યો હતો. તેથી ડેપોના અધિકારીઓ ગરમી માં મુસાફરો હેરાન ન થાય તે બાબતે બધા પંખા ચાલુ કરાવે તેવી મુસાફરો ની માંગ છે.