રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક યુવાએ અગમ્ય કારણોસર પંખા પર દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેલંબા ગામમાં રહેતા સુરપસિંગભાઈ દિયાભાઈ વસાવાના મકાન માં ભાડે રહેતા ફુલચંદ મંગલસિંગ વર્મા એ અગમ્ય કારણોસર ઘરમાં આવેલ મોભની વળી સાથે લટકાવેલ સીલીંગ પંખા સાથે નાયલોનની દોરી બાંધી ગળાના ભાગે ગાળીયો બનાવી ગળે ફાંસો ખાય જતા મોત ને ભેટ્યો હતો આ બાબતે સાગબારા પોલીસે તપાસ હાથ ધરી છે.