રાજકોટ : ઉપલેટામાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કમ્યુનિટી હોલમાં ભ્રષ્ટાચાર થવાનો આક્ષેપ કરતાં બાંધકામ સમિતીના ચેરેમેને કામ અટકાવ્યુ

Rajkot
રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા

રાજકોટ જીલ્લાના ઉપલેટા નગરપાલિકા દ્વારા વિવિધ લક્ષી વિનય મંદિર નાં પટાંગણમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટ માંથી શહેરનાં વિદ્યાર્થીઓ અને નગરજનોને ઉપયોગી થાય તે માટે કમ્યુનીટી હોલ બનાવવા માટે રૂપિયા 486 લાખ જેવી જંગી રકમ નગરપાલિકામાં આવેલ હતી આ રકમ નગરપાલિકાને મળતાં નગરપાલિકા દ્વારા વિવિધ લક્ષી વિનય મંદિર નાં પટાંગણમાં કમ્યુનીટી હોલ બનાવવા માટેના ટેન્ડરો બહાર પાડી કામ શરુ કરવામાં આવેલ હતું. કામ શરુ થઇ પ્લાન લેબલે આવતાં આ કામ નબળું થતી હોવાની ફરિયાદો નગરપાલિકાનાં સભ્યોને કરતાં નગરપાલિકા બાંધકામ સમિતિનાં ચેરમેન મયુર સુવાએ સ્થળ ઉપર મુલાકાત લઈ ચેક કરતા બાંધકામ નબળું હોવાનું પ્રાથમિક તબ્બકે જણાતાં તાત્કાલિક ચીફ ઓફિસર અને નગરપાલિકાનાં એન્જિનિયરને બોલાવી થયેલ કામનું રોજકામ કરાવી જયાં સુધી ચીફ ઓફિસર એન્જી નો રીપોર્ટ ન આવે ત્યા સુધી કામ બંધ રાખવા માટે કોન્ટ્રાક્ટર ને જણાવ્યું હતું. આ અંગે નગરપાલિકાનાં સદસ્ય મયુર સુવાએ પત્રકારોને જણાવ્યું હતું કે જે કમ્યુનિટી હોલનું બાંધકામ થાય છે તેમાં રેતી કાંકરી નબળી ગુણવત્તા ની વપરાઈ છે તેમજ એજન્સી સમય મર્યાદામાં આ કામ પુરૂં નહીં કરી શકે તો તેમની સામે પગલાં લેવાની માંગણી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *