રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિ થવા પામીછે છતાં સરકાર દ્વારા અતિવૃષ્ટિ જાહેર કરવાને બદલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહીછે બે દિવસથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જે હજુ થોડા દિવસો ચાલશે ત્યાર બાદ સર્વેનો રીપોર્ટ કરવામાં આવશે જે સર્વે મુજબ સહાય જાહેર કરવામાં આવશે પણ ક્યારે અને કેટલી એ કહેવું મુશ્કેલ છે પણ સહાય જાહેર કર્યા બાદ પણ ખેડુતોના ખાતામાં ક્યારે સહાયની રકમ જમાં થાય તે જોવાનું રહ્યું..
ઘેડ પંથકમાં તો મોટાભાગના વિસ્તારોમાં નુકશાની થયેલ છે જ પણ તે સિવાયના પણ અનેક ગામોમાં વાયરસ કે અન્ય રોગના કારણે મગફળીમાં ગેરૂ આવતા મગફળીના છોડ લાલ થયા બાદ સુકાઈ જાય છે અને મગફળીનો ફાલ દોડવા સડી જાય છે અનેક ખેડુતોના આખા ખેતરમાં તો કોઈ ખેડુતોના થોડા વિસ્તારમાં મગફળીનો પાક સદંતર નાશ પામી રહ્યોછે મગફળી સળવા સાથે ઘાંસચારો પણ સદંતર નિષ્ફળ થતાં ખેડુતોએ પોતાના ખેતરોમાં કરેલ વાવેતર ખાતર બિયારણ દવાના છંટકાવો ખેડ સાથે ખેત મજુરી સાથે કરેલ ખર્ચ કરેલ તેના કારણે ખેડુતો આર્થિક ભીંસ ભોગવી રહયાછે સાથે ચોમાસું પાક પણ નિષ્ફળ થતાં ખેડુતોને ડબલ નુકશાની ભોગવવી પડી રહીછે તેવા ખેડુતોનો અલગથી સર્વે કરી જે ખેડુતોનો સદંતર પાક નિષ્ફળ ગયો છે તેવા ખેડુતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તો ખેડુત આર્થિક ભીંસમાંથી છુટકારો મેળવવામાં થોડિ રાહત અનુભવે તે માટે વહેલી તકે સર્વે કરવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહયા છે.