રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
મામલતદાર પુર્વ ધારાસભ્યઓ આગેવાનોની ઉપસ્થિતિમાં દશ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું સાથે સંજીવની ફાઉન્ડેશન માંગરોળ દ્વારા ડીવાયએસપીને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી વિશિષ્ઠ સન્માન કરવામા આવ્યું
કેશોદ શહેરથી આશરે ચાર કિલો મીટર દુર નવ નિર્માણ થયેલ ડીવાયએસપી કચેરી ખાતે અગાઉ ૬૨ વૃક્ષોનાં વાવેતર કરી વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે સાથે ફુલોનો બગીચો પણ બનાવવામાં આવ્યોછે પોલીસ અધિક્ષક રવિ તેજા વામનશેટીની સુચનાથી દરેક પોલીસ કચેરીમાં વૃક્ષોનું વાવેતર કરવાની સુચના અન્વયે કેશોદની નવી ડીવાયએસપી કચેરી ખાતે દશ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુછે જે કેશોદ મામલતદાર પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી પુર્વ ધારાસભ્ય સામતભાઈ રાઠોડ પુર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલીયા એજ સરપંચ રવિભાઈ નંદાણીયા ડો. હમિરસિંહ વાળા હમીરભાઈ ભેડા માલદેભાઈ બારીયા દિલીપભાઈ લોઢીયા સહીતની ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ તકે સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ નરેશબાપુ તથા રમેશભાઈ જોષી દ્વારા કેશોદ ડીવાયએસપી જે. બી. ગઢવીને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી વિશિષ્ઠ સન્માન કરવામા આવ્યું હતું સાથે રકતચંદનનું ઝાડ અને ચકલીના માળા અર્પણ કરવામાં આવ્યા હતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં વાવેતર કરેલ વૃક્ષોનું જતન જતન કરવા અને સરકારી કચેરીઓ સરકારી શાળાઓ જાહેર માર્ગોમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષોના ઉછેર સાથે વૃક્ષોનું જતન કરવા કેશોદ ડી.વાય.એસ.પી જે. બી. ગઢવીએ જણાવ્યું હતું.