રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોડૅમાં આગ લાગી હતી.ઈલેકિટ્ક વાયરો સળગતા ઘુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઇ હતી આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું ત્યાર બાદ ફાયરબ્રિગેડે વોડૅમા ફસિયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાયૅવાહી હાથ ધરી હતી.જો કે લાઈટો બંધ થઈ જવાને કારણે ફાયરની કામગીરીમાં મુશ્કેલી પડી હતી જો કે ફાઈર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે અને તમામ દર્દીઓને સલામત રીતે બહાર કાઢી લીધો છે.શોટૅ સકિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.જયારે ત્રણ દદીને ઘુમાડાની અસર થાય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જે વોડૅમા આગ લાગી હતી ત્યાં રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોડૅમા ખસેડવામાં આવ્યા છે.આ ઉપરાંત ૧૫૦ જેટલા દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.