રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
અહેમદપુર માંડવી ચોક પાસે ફરજ બજાવતા પોલીસ કર્મચારી હિંમતભાઈ આતુભાઈ ચાવડા અને રાહુલભાઈ નારણભાઈ છેલાણા અને જીઆરડી પ્રતાપભાઈ બાભણીયાને એક પર્સ મળેલ હતું. ત્યારે તેઓએ જાહેરાત કરતાં જે કોઈનું પર્શ હોય તે ઓળખ આપી લઈ જવું તેવું જણાવ્યું હતું ત્યારે ધોઘલાના રહેવાસી દીપમાલા બેન ધર્મેન્દ્ર ભાઈ બારીયા એ પોતાનું પર્સ ખોવાયેલ હોય તેઓએ પોલીસનો સંપર્ક કર્યો.અને ત્યાં તેમને પર્સ પરત કરવામાં આવ્યું. પર્સ માં ૪૦ હજાર રૂપિયા જેવી રકમ હતી તે પરત મળતા તેઓએ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ પોલીસ કર્મચારીની ઈમાનદારી પ્રામાણિકતા બદલ આભાર વ્યક્ત કર્યો.