રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દરપ્રતાપસિંહ પવાર તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. ગીરસોમનાથના પોલીસ ઇન્સપેકટર વી.આર.રાઠોડ તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ગીરસોમનાથના પો.હેડ.કોન્સ પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડીયા તથા રાજુભાઇ ગઢીયા, તથા પો.કોન્સ.ઉદયસિંહ પ્રતાપસિંહ વગેરે પો.સ્ટાફ ગીરગઢડા પો.સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુકત બાતમી આધારે સીમાસી ગામે ચુડાસમા ફળીયામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં પૈસા પાના વડે હારજીતનો જુગાર રમતા ૧૧ આરોપીઓને કુલ કિ.રૂ.૧,૫૦,૩૪૦ /- ના જુગારના સાહિત્ય તથા મુદામાલ સાથે પકડી પાડી ગીર ગઢડા પો.સ્ટે.માં જુગાર ધારા મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.