રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ જિલ્લામાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ 2020 અન્વયે સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યક્રમનું આયોજન કરવાના ભાગરૂપે જૂનાગઢ જીલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જૂનાગઢ રેંજના ડીઆઇજી મનીંદર પ્રતાપ સિંહ પવારની અધ્યક્ષતામાં જૂનાગઢ પોલીસ દ્વારા વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ વન મહોત્સવ 2020 કાર્યક્રમમાં જૂનાગઢ રેંજના ડીઆઇજી મનીંદર પ્રતાપ સિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, પ્રોબે. એએસપી કુ. વિશાખા ડબરાલ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એસીએફ જયંત પટેલ, આરએફઓ ભગીરથસિંહ ઝાલા, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આર.વી.ડામોર, પો.ઇન્સ. એચ.આઈ.ભાટી, આર.બી.સોલંકી, એલ.એચ.ભુવા, પીએસઆઇ જે.એમ.વાળા, પી.એચ.જોશી, સહિતના અધીકારીઓ તથા પદાધિકારીઓ તથા પોલીસ સ્ટાફના જવાનો તેમજ મીડિયાકર્મીઓ હાજર રહયા હતા. આ પ્રસંગે જૂનાગઢ રેંજના ડીઆઇજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વૃક્ષારોપણનું ખાસ મહત્વ સમજાવી, હાલના વિકાસના યુગમાં પ્રદૂષણમાં વધારો થયેલ છે ત્યારે વૃક્ષ વાવીને જ પ્રદુષણને અટકાવી શકાય છે તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ વૃક્ષની માવજત થાય અને ઉછેર થાય એ પણ જરૂરિયાત હોવાનું જણાવી, હાલના સમયમાં વધુમાં વધુ વૃક્ષ વાવવા હિમાયત કરવામાં આવેલ હતી.
જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત વન મહોત્સવ 2020 કાર્યક્રમ દરમિયાન પોલીસ હેડ કવાર્ટર ખાતે બનાવવામાં આવેલ બેરેકની સામેના ભાગે જૂનાગઢ રેંજના ડીઆઇજી મનીંદર પ્રતાપ સિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશિયા, પ્રોબે. એએસપી કુ. વિશાખા ડબરાલ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એસીએફ જયંત પટેલ, આરએફઓ ભગીરથસિંહ ઝાલા, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આર.વી.ડામોર, પો.ઇન્સ. એચ.આઈ.ભાટી, એલ.એચ.ભુવા, સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા ખાસ વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું.
જૂનાગઢ પોલીસ દ્વારા આયોજીત વન મહોત્સવ 2020 કાર્યક્રમનું સંચાલન હારુનભાઈ વિહળ દ્વારા કરવામાં આવેલ તેમજ સમગ્ર વ્યવસ્થા હેડ કવાર્ટર ડીવાયએસપી આર.વી.ડામોર, પીઆઇ એક.આઈ.ભાટી, પીએસઆઇ જે.એમ.વાળા, પી.એચ.જોશી, દ્વારા કરવામાં આવેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત વન મહોત્સવ 2020 કાર્યક્રમ સફળ રહ્યો હતો.