રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદના ગૌ ભક્ત અને યુવા પત્રકાર સુરેશભાઈ સોનગરાની આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘમાં જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે સામાજિક સંગઠનો તેમજ મિત્ર વર્તુળોમાંથી શુભેચ્છાઓ પાઠવી હતી. આમત તો સૌરાષ્ટ્ર ફક્ત અત્યાર સુધીમાં એક જ ગૌ મંદિર હતું તે પણ ગૌ ભક્ત સુરેશભાઈના અથાગ પરીશ્રમ અને સહયોગથી નિર્માણ થયું છે અને અખિલ ભારતીય નવયુગ સાથે સાથે છેલ્લા ૬ વર્ષોથી જોડાયેલા છે અને કેટલાય વર્ષોથી લોક સેવાના કાર્યો કરી રહ્યાં છે ત્યારે તેમની કારકિર્દીમાં વધારે એક મોરપીંછ ઉમેરાયું છે જોકે મોરબી જિલ્લામાં નિડરતાથી સમાચારો થકી તેમજ ગૌ ભક્ત તરીકે આગવી ઓળખ ધરાવતા સુરેશભાઈ સોનગરાની આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘમાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.