રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા BSNL ઓફીસમાથી વર્કીગ સ્ટાફને સ્વૈચ્છિક નિવૃત્તિની સાથે ભારત સંચાર નિગમ લિમિટેડ વિદાય કરતા જીલ્લાના હજારો ગ્રાહકો અટવાયા.
ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે BSNLખાનગી મોબાઈલ કંપનીઓ સામેની સ્પર્ધામાં અડીખમ રહેલી સરકારી ટેલીકોમ કંપની BSNL હવે અંતિમ શ્વાસ લઈ રહી છે. રાજપીપળાની ઓફીસમા હવે માત્ર લાઈન ઉપર કામ કરતાં કર્મચારીઓ જ બચ્યાં છે, અને એમને પણ ત્રણ મહીના થી પગાર નથી ચુકવાયો, BSNL ને આર્થિક ભારણમાથી ઉગારવાના નામે ગત વર્ષે આખાં દેશમાથી 79 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) યોજના હેઠળ ઘરે મોકલી દેવાયા, એમા રાજપીપળાની કચેરીના તમામ 5 જેટલાં વહીવટી કર્મચારીઓ પણ હતાં. સીમકાર્ડ ખોવાયુ હોય કે સિમ બદલવુ હોય, લેન્ડલાઈન ફોન ની ફરીયાદ હોય, કે બ્રોડબેન્ડ ની એ માટે ની જે વ્યવસ્થા હતી તેના કર્મચારીઓ જ હવે નથી બચ્યા તો એની કામગીરી માટે ગ્રાહકો કોની પાસે જાય?? કોણ સમસ્યા નું નિરાકરણ કરે?? તેમજ નિવૃત કર્મચારીએ બળાપો ઠાલવ્યો હતો, અને પોતે આ બાબતે ખુબ દુઃખ અનુભવે છે તેમ પણ જણાવ્યું હતું.