રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આજરોજ તારીખ-8/9/2020 સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા તીલકવાળા તાલુકા પ્રમુખ અરુણ ભાઈ તડવી તેમજ અન્ય હોદ્દેદાર , સરપંચઓ, ગામના વડીલ આગેવાનો અને ગામના ખેડૂત મિત્રો દ્વારા નર્મદા જિલ્લા ના ખેડૂતોના પ્રશ્નો બાબતે તિલકવાડા તાલુકાના મામલતદાર અને તિલકવાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરવામાં આવતા તિલકવાડા તાલુકામાં ગ્રામ પંચાયતમાં નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર જે વર્ષોથી ચાલી રહ્યું હતું અને તિલકવાડા તાલુકામાં ૯૭ ગામ આવેલ છે અને ૪૧ ગ્રામ પંચાયતો આવેલ છે આ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને તિલકવાડા તાલુકા ખાતે ફક્ત એક જ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર જે વર્ષોથી ચાલી રહ્યું હતું એને ફરીથી ચાલુ કરો કે જેથી તમામ ખેડૂત મિત્રોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે અને ખેડૂતો ખૂબ સારી રીતે ખેતી કરી શકે અને તેમાંથી યોગ્ય ઉત્પાદન મેળવી શકે જેથી આપણા દેશનો ખેડૂત મજબૂત થશે અને પોતાના પાકનું ખૂબ સારુ વળતર મેળવી શકશે આ બાબતે કલેક્ટર નર્મદા ને પણ ગ્રામજનો, ખેડૂત મિત્રો અને સરપંચઓ દ્વારા રજૂઆત કરવામાં આવી કે નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર ની ઓફીસ તથા ગોડાઉન ફરીથી તીલકવાળા તાલુકામાં શરૂ થાય અને એની તાત્કાલિક ધોરણે ઘટતી કાર્યવાહી કરવા આવે.