રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
છ મહિનાથી કાળા ઘોડાના નામે ઓળખાતા આ સ્મારક ફરતેની દીવાલ એક વાહનના અકસ્માતમાં તૂટી ગઈ હોવા છતાં કોઈ જ મરામત કરવામાં આવતી નથી.
અન્ય કામો માટે વિકાસની ઉતાવળ કરતા પાલિકાના મુખ્ય અધિકારી શહેરની શાન ગણાતા આ સ્મારક તરફ કેમ દેખતા નથી? રાજવી નગરી રાજપીપળાના પ્રવેશ દ્વાર પર આવેલા વિજયસિંહજી મહારાજ નું કાળા ઘોડાનું સ્મારક ઘણા મહિનાઓથી જર્જરિત હાલતમાં છે. આસપાસની બોર્ડર પણ તૂટી પડી છે તેમજ તેની અંદર મસમોટું ઘાસ ઉગી નીકળ્યું છે. છતાં શહેરની શાન ગણાતા આ સ્મારકને જાણે પાલિકા તંત્ર ભૂલી જ ગયુ હોય તેમ ત્યાં કોઈ મરામત કરાતી નથી ત્યારે અન્ય નવા વિકાસના કામો માટે દોડતા પાલિકાના સત્તાધીશોને જાણે નવા કામોમાં જ રસ છે તેવી બુમો ઉઠવા પામી છે.
વડોદરા, અંકલેશ્વર તરફથી રાજપીપળામાં આવતા વાહનો માટેના મુખ્ય પ્રવેશ દ્વાર પર આવેલ કાળા ઘોડા ના નામ થી પ્રસિદ્ધ રાજા વિજયસિંહજી મહારાજના આ સ્મારકની આસપાસની બોર્ડર એક ટ્રક ચાલકે અકસ્માતમાં તોડી નાખ્યાને દસેક મહિના જેવો સમય થયો છતાં પાલીકાના મુખ્ય અધિકારીએ તેની મરામત કરાવી નથી અને આમ જ શહેર ના આવા ઐતિહાસિક સ્મારકો આવનારી પેઢી માત્ર ચિત્રોમાં જ જોશે તેમ તંત્રની આવી બેદરકારી પરથી જણાઇ રહ્યું છે.