રિપોર્ટર : પાયલ બાંમણીયા, ઉના
સમગ્ર દેશમાં અને વિશ્વમાં કેરી નો રાજા એટલે કેસર કેરી જે માત્ર ગીર વિસ્તારના આજુબાજુના વિસ્તાર માં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેની રાહ લોકો ખૂબ આતુરતાથી જોતા હોય છે અને જેનું નામ લેતા જ લોકોના મોઢા માં પાણી આવી જતું હોય છે એ કેસર કેરી થી રાહ જોતા હોય છે. જે કેસર કેરી હવે માર્કેટ આવી ગઈ છે.
ઉના તાલુકાના આજુબાજુના વિસ્તારમાં આ કેસર કેરી ખુબ જ સારો એવો પાક થાય છે અને અહીં ની કેસર કેરી પણ ખૂબ પ્રખ્યાત છે અને કેસર કેરી હવે ગુજરાત ભરના દરેક જિલ્લા અને શહેર સુધી અને ત્યાં થી લોકોના ઘર સુધી પહોંચશે.
હાલ કોરોના વાઇરસ ના લીધે 10 કિલો કેરીના બોક્સ નો ભાવ 600 થી 800 રૂપિયા જેવો રહેશે અને કેરી ની આવક થતાં આ ભાવ 400 થી 500 સુધી રહેશે.
હાલ આ મહામારી ના લીધે અને કમોસમી વરસાદ પડવા ના લીધે કેરીના પાકને નુકશાન પણ થશે અને યોગ્ય ભાવ ના મળતા ખેડૂતો ને અને કેરી ની બાગ ઈજારો રાખનાર ને પણ નુકશાની વેઠવી પડે તેવી પણ શક્યતા છે.
હાલ આવા સમયે કેરીની નિકાસ પણ શક્ય નથી તેથી પણ જો કેરીને કમોસમી વરસાદ નહિ નડે તો ઉત્પાદન સારું થતાં ભાવ નહિ મળે જેથી લોકો ને આ કેરી સસ્તા ભાવે ખાવા મળશે ખરી એ પણ ખુશી ની વાત છે.
પળે…પળે… ના સમાચાર ને વાંચવા માટે અમારા પંચમહાલ મિરર ના ગ્રુપ માં જોડાવ …ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક એ ક્લિક કરો….
https://chat.whatsapp.com/JE52EH7Qaq6I7aNk63cIh1