રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખામાં આ કોરોના મહામારી ને ધ્યાનમાં લઇ સોશ્યિલ ડિસ્ટનસિંગ ની સાથે અભ્યાસ વર્ગ યોજવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ વિષયોને લઇ ને કાર્યકર્તાઓ ને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. ત્યારબાદ જેતપુર શાખા ની નવી કારોબારી ની ઘોષણા કરવામાં આવી જેમાં નગર અઘ્યક્ષ તરીકે ડો. શૈલેષભાઈ બુટાણી, ઉપાધ્યક્ષ તરીકે વિશાલભાઈ સોલંકી, નગરમંત્રી તરીકે બીપીનભાઈ મિશ્રા, નગરસહ મંત્રી તરીકે પ્રિયંકાબેન કીડીયા, અને પાર્થભાઈ પલાસ ની નિમણુક કરવામાં આવી. આ અભ્યાસ વર્ગમાં પ્રદેશ સહમંત્રી પાવનભાઈ ઓઝા અને પૂર્વ નગરમંત્રી હાર્દિકભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.