રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
જાણવા મળતી વીગતો મુજબ કલ્યાણપુર તાલુકામા ૫ દિવસ મા પશુઓના ટપો ટપ મોત થયાનો મામલો સામે આવ્યો છે જેમા ભાટુડીયામા ૧૯, સોઈનેશમા ૪૦, ભાટુડીયામા ૧૯, કુરંગામા ૨૨, ભોગાતમા ૧૨, બામણાસામા ૧૫, એમ કુલ ૧૬૨ ભેસો ના મોત થયા છે ભેસો ના ટપોટપ મોતથી પશુ પાલન કરતા વર્ગ ચિતામા મુકાયો છે આ રોગ એટલો ભયંકર છે કે આ રોગમા પશુઓના મળ મુત્ર મા લોહી વહે છે અને ખાવા નુ બંધ કરી દે છે તેવા મા પશૂ પાલકો કહી રહ્યા છે કે અમારા પરીવાર નુ ગુજરાન ચલાવવુ કઠીન બન્યું છે આજ રીતે જો પશુ ઓ ના મોત થયા તો માઠા પરીણામો પણ આવી શકેતેમ છે તો આ કુદરતી આફત મા સરકારી તંત્ર જાગી ને પશુ પાલકો ની વાહારે આવે તેવી માંગણી કરી છે.