રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર નર્મદાની હિંસા થી પીડિત મહિલાઓ માટે પણ સરાહનીય કામગીરી છે. આણંદ જિલ્લા ના વડતાલ તરફની એક મંદ બુદ્ધિની યુવતી પોતાના ઘરેથી નીકળી નાંદોદ તાલુકાના કરજણ ડેમ તરફના જીતગઢ ગામેં આવી પહોંચતા ગ્રામજનોએ આ યુવતી બાબતની જાણ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ને કરતા ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટિમ તેને રાજપીપળા સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર, નર્મદા પર મૂકી જતા આ યુવતી ફક્ત તેના ગામ તરફ નું નામ બોલતાં સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ત્યાં તપાસ કરી ત્યાંના સરપંચનો સંપર્ક કરી યુવતીના બનેવીનો મો.નં.મેળવી ત્યાં હકીકત ની જાણ કરતા આખરે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર, નર્મદા ની ટીમે આ મંદબુદ્ધિ યુવતીને તેના ગામ પહોંચાડી પરીવાર સાથે મિલન કરાવતા પરિવારના સભ્યોએ ટીમનો આભર માન્યો હતો.