રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળાના મુખ્ય વિસ્તાર એવા સફેદ ટાવર વિસ્તારમાં પાણીનો વાલ લીકેજ થતો હતો તેને રિપેર કરવા માટે પાલિકા દ્વારા છેલ્લા પાંચ દિવસથી ખાડો ખોદી કામગીરી કરાઈ રહી છે. ત્યારે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત મૂંગા જાનવર ખાડામાં ખાબકે અથવા કોઇ વાહનચાલક ખાડામાં ખાબકે તેવી ભીતિ સર્જાઇ રહી છે ત્યારે પાલિકા દ્વારા ઝડપી વાલ રીપેર કરવામાં આવે અને ખાડો પૂરી દેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.