મોરબી: હળવદ તાલુકાના બે શિક્ષકો ને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામતાં સન્માનિત કરાયા.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

રાજય સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે‌ શિક્ષકોને ‌પસંદગી કરીને સન્માનિત કરી ને સન્માન પત્ર આપવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે એ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો ની પસંદગી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ના હળવદ તાલુકા‌ નવા ઘનશ્યામ ગઢ ગામની પ્રાથમિક શાળા ના શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ શંકરભાઈ પટેલ એ વિધાથીર્ઓ ને ૩ વખત રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ને તેમજ શાળામાં ઔષધિ બાગ બનાવીયા બદલ અને શાળાના ૩ વખત સ્વચ્છ શાળાનો એવોર્ડ મેળવીયા તે બદલ રાજય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરતા રાજ્યપાલ‌ ના વરદહસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરીને સન્માનિત કરી ને સન્માનપત્ર આપી શિક્ષક પ્રવિણભાઈ ને સન્માનિત કરાયા હતાં તેમજ શિક્ષણ વિભાગ ગાંધીનગર અને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ મોરબી પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હળવદના તાલુકાના માનસર ની પ્રાથમિક શાળા ના આચાર્ય વિમલભાઈ હિંમત ભાઈ પટેલને શાળામાં બાળવાર્તા બાળગીત અભિનય અને કઠપૂતળી જેવા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી અને સ્કૂલમાં જાતે ચિત્ર દોરી તેમજ બાળકોને પ્રોત્સાહન કરવા બદલ તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો તેવો ને રાજ્યની બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષના વરદ હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *