રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા કાર્યાલય ખાતે પંચાયત સ્ટેટ તેમજ ઈરીગેશન સ્ટેટના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી જેમાં બાલાપર મસુંદડા બાબરીયાધાર ડેમ કાંપથી ભરાઈ ગયેલો હોય તે કાઢવાની પ્રક્રિયા અને તેની દરખાસ્ત સરકારમાં મોકલવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સાથોસાથ બાબરીયાધાર મસૂંદડા બાલાપર ડેમ બનાવવા માટે ઘણા વર્ષો પહેલાં તેનો સર્વે થયેલો છે તે સ્થળ ઉપર ડેમ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવા અધિકારીઓ સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી અને ઝડપભેર આ કાર્યવાહી પૂર્ણ કરવા અધિકારીઓને આગેવાનોની હાજરીમાં સૂચના આપવામાં આવી હતી.
આ મિટિંગમાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ બાલાભાઈ સાખટ હરસુરભાઈ લાખણોત્રા જીલુભાઈ બારીયા શુકલભાઈ બલદાણીયા વલકુભાઈ બોસ ઉન્નડભાઈ મેગલ દાનુભાઈ મેન્ગલ ભોળાભાઈ હડિયા ભોળાભાઈ લાડુમોર માધુભાઈ વોરા નાજભાઈ પોપટ બાબુભાઇ મોરંગી ઉપસ્થિત રહ્યા હતા.
