કોરોના મહામારી વચ્ચે પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાય ચુક્યો છે તે કોરોના ગ્રસ્ત વ્યક્તિ કાલોલમાં સારવાર અર્થે આવ્યા હતા. તેની જાણ તંત્ર ને થતા પાલિકા દ્વારા જીવન જરૂરિયાત મંદ ધંધાદારીને જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામા અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વેપાર ધંધો કરવાની સૂચના આપી હતી. પરંતુ ધંધાદારીઓ દ્વારા ચોક્કસ જણાવેલ જગ્યાએ વેચાણ કરવાની બદલે એક જ જગ્યાએ જમાવટ કરતા બજાર ધમધમી ઉઠ્યું હતું. જ્યારે કેટલાક વેપારીઓ માસ્કનો ઉપયોગ કર્યા વિના બિન્દાસ ધંધો કરતા હતા.હાલમાં કાલોલની સંજીવની હોસ્પિટલનમાં હાલોલ નો કોરોના ગ્રસ્ત વ્યક્તિ સારવાર અર્થે આવ્યા હતા તેની જાણ થતા જ સમગ્ર હોસ્પિટલ અને ડૉક્ટર સહીતના સ્ટાફને કોરેન્ટાઈન કરતા સમગ્ર કાલોલ નગરમાં કોરોનાવાયરસનો ફફડાટ વ્યાપી ગયો છે.
જેના સંદર્ભે પાલિકા અને પોલીસેે સંયુક્ત પણે વહેલી સવાર થીજ કાર્યવાહી કરવા માં આવી હતી . જાહેરનામાનો ભંગ બદલ શાકભાજીની લારીઓ ઉપર માસ્ક વિનાના વેપારીઓનો સપાટો બોલાવી રસ્તા ઉપરની લારીઓને કચરાની માફક ટેકટરમાં ભરી દેવામાં આવી હતી .જયારે અમુક દુકાનોના રસ્તા પર ઢળીપડેલ છત પાલિકાના માણસોએ ઊતારી લીધા હતા.કેટલાય વેપારીઓ ને દંડ ફટકારવા માં આવ્યો હતો જયારે કેટલાક લોકો એ કામગીરીને બિરદાવી પણ હતી .
પળે…પળે… ના સમાચાર ને વાંચવા માટે અમારા પંચમહાલ મિરર ના ગ્રુપ માં જોડાવ …ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક એ ક્લિક કરો….
https://chat.whatsapp.com/JE52EH7Qaq6I7aNk63cIh1
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમરા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.