ઉપલેટા શહેરમાં કોવિડ 19 હોસ્પિટલ શરૂ કરવા અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Rajkot
રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા

ઉપલેટા શહેરમાં છેલ્લા એક માસ થી કોરોનાના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ લગભગ ઉપલેટા તાલુકામાં 15 થી 20 કેસો નોંધવામાં આવે છે. ઉપલેટા શહેરની વસ્તી 60000 ની છે તેની સામે આ કેસ ની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ દીન પ્રતિદીન વધતું જાય છે. આ માટે શહેરમાં ડોર ટુ ડોર તપાસ કરવામા આવે છે તો કોરોના ને મહદ અંશે અટકાવવામાં સફળતા મળી છે. કોરોના સંક્રમણને લઈને લોકોમાં ડર નો માહોલ ઉભો થયો છે. હાલ કોરોનાનો કહેર રાજકોટ જીલ્લામાં વાયુ વેગે પ્રસરી રહ્યો છે. રાજકોટ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં જગ્યા ના અભાવે બહારથી આવતા દર્દીઓ ફુટબોલની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફંગોળાઈ રહયાં છે. જેથી ઉપલેટાને કોવિડ 19 હોસ્પિટલની ખાસ જરૂરી છે. ઉપલેટાની જનતા વર્તી ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા માંગણી કરવામાં આવેલ છે અને આ બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *