રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્યના ખખડધજ રસ્તાઓ બાબતે ” ખાડા સપ્તાહ ” ની ઉજવણી કરાઇ રહી છે જેના ભાગરૂપે આજરોજ બપોરે ૧૨:૩૦ કલાકે ડભોઇ કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં ડભોઇ શહેર અને તાલુકાના રસ્તાઓ ધોવાઇ જતા પ્રજાજનોને જે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને વાચા આપવા માટે કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં “ખાડા સપ્તાહ ” ની ઉજવણી કરવામાં આવી .જેમાં ડભોઇના સરદારબાગ થી વડોદરી ભાગોળ સુધી નો નગરનો મુખ્યમાર્ગ જ્યાં મોટી સંખ્યામાં લોકોની અને વાહનોની અવર જવર હોય છે. તે રસ્તો તદ્દન તકલાદી બની જવા પામ્યો છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખોદાઇગયેલી બદતર હાલત માં છેલ્લા કેટલાય માસથી છે ત્યાંના ખાડાપુરવાનુ કામ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું કોંગ્રેસના અગ્રણીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર રસ્તાઓ માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ સ્થાનિક સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો દ્વારા મીલીભગત કરી ભ્રષ્ટાચાર દ્વારા તદ્દન હલકી કક્ષાના મટિરિયલ વાપરી બનાવેલા તકલાદી રસ્તાઓ ચોમાસા દરમિયાન ધોવાઈ જાય છે. જેથી નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે, અકસ્માત ના ભોગ બનવું પડે છે અને વાહનોને પારાવાર નુકસાન થાય છે તેમજ પ્રજાએ કરવેરા રૂપે ચૂકવાયેલા સરકારી નાણાં વેડફાઇ જાય છે ત્યારે આવા પ્રસંગે કોંગ્રેસ સમિતિ દ્વારા ‘ખાડા સપ્તાહ’ ની ઉજવણી કરી “ભાજપ તારા રાજમાં ખાડા ઠેરઠેર ” જેવા નારા લગાવી કાર્યકરોએ જાતે ખાડા પૂરી પ્રજાના પ્રશ્નને હલ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં ડભોઇ તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ ,તાલુકા પંચાયતના અગ્રણીઓ હેમંતભાઈ બારોટ, સુધિરભાઈ બારોટ તેમજ કાંતિભાઈ મહેતા ,પ્રહલાદભાઈ પટેલ, કુલદીપભાઈ, ચિરાગભાઈ પિયુષભાઈ વગેરે જેવા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
