રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી
પાવાગઢ ના ચાંપાનેર ખાતે ની ઐતિહાસિક જામાં મસ્જીદે આવેલ દર્શનાર્થીઓ સાથે કર્મચારી એ વૃદ્ધ સાથે દુર્વ્યવહાર કરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને બોરસદ ના રહેવાસી હાજી સલીમ ભાઈ મેમણ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ઓનલાઈન ટિકિટ બુકીંગ થયા છતાં એન્ટ્રી ના અપાતા મામલો બીચકયો હતો.ત્યારે પોલીસ મથકના અશોકભાઈ નામના અધિકારી દ્વારા મામલો થાળે પાડ્યો હતો. આણંદ જિલ્લાના બોરસદ ખાતેના યાત્રાળુઓ જામાં મસ્જિદ ના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે હાજર હિતેશકુમાર ડામોર નામના એમ.ટી.એસ ના પદ પર ફરજ બજાવતા કર્મચારી દ્વારા વૃદ્ધ યાત્રાળુને નશોભે તેવી વાણી નો ઉપયોગ કરતા મામલો બીચકયો હતો. અને તમામ મુલાકાતીઓ આ હિતેશ ડામોર નામના વ્યક્તિ સામે કાયદેસર ના પગલાં લેવાની માંગ કરી હતી.
