રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
લુણાવાડામાં રહેતા સ્વ.સદગુણાબેન રતિલાલ સોની પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતાં અને આજીવન પોતાના નામ પ્રમાણે સદગુણોનુ સિંચન કરીને પોતાના વિદ્યાર્થીઓ અને પોતાના પરિવારને પણ સંસ્કારવાન બનાવ્યા હતા અને તારીખ ૨૨/૮/૧૯૯૭ ના રોજ હૃદય રોગના કારણે તેમનો સ્વર્ગવાસ થયો હતો પરંતુ તેમના વંશ વારસોએ તેમના શ્રાદ્ધ નિમિત્તે રાજપીપળા શહેરમાં વસતા અત્યંત ગરીબ લોકોને ખીર, પૂરી, શાક અને સમોસા સાથે જમાડીને પોતાની માતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના દેહાવસાનને આજે 23 – 23 વર્ષ થઇ ગયા હોવા છતાં પણ આજે પણ તેઓ પોતાના કુટુંબના વડા સમી વ્યક્તિને ભૂલ્યા વગર ધામધૂમથી શ્રાદ્ધ ની ઉજવણી કરી હતી. અન્નદાન મહાદાન છે અને આમ પણ શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતૃઓની યાદમાં ગાર્ડન ની સામે ,પૂલની નીચે ,જકાતનાકા પાસે આમ અંદાજે ૭૫ જેટલી અત્યંત ગરીબ અને ઘરબાર વગરની વ્યક્તિઓને ભરપેટ ભોજન જમાડી અનેરી અનુભૂતિનો આનંદ લઈને તેમના કુટુંબીજનોએ સંતોષ માન્યો છે.