રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર
આગામી સમયમાં પંચાયત દ્વારા ડેવલોપીંગ કામગીરી કરાશે. સરકાર દ્વારા દિયોદર તાલુકાના ચેલાસરી તળાવ માટે ૨૦ લાખ અને સુરાણા તળાવ ડેવલોપીંગ માટે ૧૬ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાતાં આગામી સમયમાં વર્ક ઓર્ડર આવ્યા બાદ બંને તળાવના રીનોવેશન કામગીરી હાથ ધરાશે. આ અંગે સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વર્ક ઓર્ડર આવ્યા બાદ ચેલાસરી તળાવની ફરતે વોકિંગ ટ્રેક, વૃક્ષ રોપણ, લાઇટિંગ અને બાંકડા મૂકી બેઠક વ્યવસ્થા વગેરે ડેવલોપીંગ કામગીરી હાથ ધરાશે.