રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સમાપ્ત થયા પછી દર વર્ષે યાત્રા ધામ અંબાજી મંદિર માં પ્રક્ષાલન વિધી યોજાતી હોય છે. જેમાં અંબાજી મંદિરના તમામ સ્ટાફ, કર્મચારી અને વર્ષો થી પરંપરાગત એક અમદાવાદના સોની પરીવાર દ્વારા માતાજીના આભૂષણો, ભંડાર કક્ષ ના વાસણો, દાન પાત્રો અને માતાજી ના નીજ, મંદિરનું વીશા યંત્ર જે વર્ષમાં ફકત એક જ વાર બહાર નીકળે છે વગેરે અંબાજી મંદિરની તમામ વસ્તુઓ અને સંપૂર્ણ અંબાજી મંદિરની સાફ સફાઈ કરે છે.
સોની પરીવાર દ્વારા જે માતાજીના સોના ચાંદીના આભૂષણોની સાફ સફાઈ કરવામાં આવે છે જેમાં સાફ સફાઈ દરમિયાન જે દાગીનામા ઘટ પડે છે તેનુ દાન પણ સોની પરીવાર દ્વારા અંબાજી મંદિરમાં દાન કરવામાં આવે છે વર્ષો થી ચાલતી આવતી પરંપરા આજે પણ ચાલી રહી છે.
આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે યાત્રા ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો હતો અને અંબાજી મંદિર નવ દિવસ યાત્રીકો માટે સંપૂર્ણ પણે બંધ કરી દેવામા આવ્યુ હતુ. ત્યાર બાદ ભાદરવી પૂર્ણિમા પત્યા પછી અંબાજી મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતુ જ્યારે અંબાજી મંદિર બંધ હતુ તે દરમ્યાન પણ અંબાજી મંદિર ની તમામ પ્રકાર ની માતાજી ની પૂજા વીધી અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા નીયમ અનુસાર કરવામાં આવતી હતી.
