રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નેસડા ગામે રાજસ્થાનથી ૬ ગાયો બાંધીને લસણની બોરીઓ નીચે સંતાડીને કતલખાને લઇ જવાતી હતી.લસણની બોરીઓ નીચે બેરહેમીથી ચારેય પગ બાંધી ટેમ્પોમાં ભરવામાં આવી હતી. ટેમ્પો પંચર પડ્યા બાદ હલચલ શંકાસ્પદ લાગતા ગ્રામજનોએ પૂછતાં ડ્રાઇવર અને ક્લીનર ટેમ્પો છોડી ભાગ્યા હતા ત્યારબાદ ટેમ્પો આગળ ટવેરા ગાડી પેટ્રોલિંગ માટે ચાલતી હતી તેમાં બેસી ફરાર થઈ ગયા હતા.રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોની ચેક પોસ્ટ પાર કરી ટેમ્પો આવ્યો ગ્રામજનોએ વેટરનરી ડોક્ટર બોલાવી ગાયોની સારવાર કરાવી ટેમ્પા પર ઈંટ બાંધેલી છે એક કોડવર્ડ હોઈ શકે તેવી સંભાવના ગ્રામજનો દ્વારા કેહવાઈ રહ્યું છે. પીલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.