રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ડેડીયાપાડા,સાગબારાના જંગલના ઊંડાણના વિસ્તારમાં લોકો મોબાઈલો લઈ ઊંચા પહાડો પર કે વૃક્ષો નીચે ટાવર પકડવા મથામણ
નર્મદા જિલ્લામાં ૧૦૦થી પણ વધુ નોન કનેક્ટિવિટી ધરાવતા ગામડાઓ છે. આવા વિસ્તારોમાં ગંભીર બીમારીથી પીડાતા કે અકસ્માતનો ભોગ બનેલા લોકો નોન કનેક્ટિવિટીને લીધે કોઈ પ્રાથમિક સારવાર ન મળવાથી મોતને ભેટ્યા હોવાના કિસ્સાઓ પણ અવાર નવાર બનતા હોઈ છે. છતાં ડીઝીટલ ઇન્ડિયાના બણગા ફૂંકતી સરકાર કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવા માટે કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ જિલ્લાના આવાજ નોન કનેક્ટિવિટી ધરાવતા ૨૨ જેટલા ગામના લોકોએ આંતરરાષ્ટ્રીય માનવાધિકા સમિતિના નેજા હેઠળ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું છતાં કોઈના પેટ નું પાણી હાલતું જોવા મળ્યું નથી. નર્મદા જિલ્લાના નાંદોદ ડેડીયાપાડા,સાગબારાના જંગલના ઊંડાણના વિસ્તારમાં મોબાઈલ ટાવરની કનેકિટવિટી ન હોવાથી લાખો આદિવાસીઓ સરકારની યોજનાઓથી વંચિત છે.આવા વિસ્તારોમાં અકસ્માતનો ભોગ બનનાર તથા ગર્ભવતી મહિલાને કનેક્ટિવિટીના અભાવે ૧૦૮ ની જેવી ઇમરજન્સી ની સુવિધા પણ મળી શકતી નથી.સાથે સાથે મોબાઈલ વાપરતા યુવાનો હાલમાં મોબાઈલો લઈ ઊંચા પહાડો પર કે વૃક્ષો નીચે જઈ ટાવર પકડવા કલાકો મથામણ કરતા હોય તો સરકાર ની ડીઝીટલ ઇન્ડિયાની વાતો શુ ફક્ત દેખાડો જ છે..??