રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ડેમના બન્ને જળવિધુત મથકોનું અત્યાર સુધી ૬૩૮૬ કરોડ યુનિટ પાવર જનરેશન થયું.
નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ અનેક વિરોધ,પુનવરસન સહિતની સમસ્યા બાદ ૧૨૧.૯૨ મીટર થી ૩૦ ગેટ મૂકી ડેમની ઊંચાઈ ૧૩૮. ૬૮ મીટર લઈ જવાની કામગીરી પૂર્ણ થઈ હતી.હજી નહેરોની કામગીરી બાકી છે. સમગ્ર સરદાર સરોવર નર્મદા યોજના રૂ.૭૦,૦૦૦ કરોડથી વધુને ખર્ચને સ્પર્શી ગઈ છે. જાણવા મળ્યા મુજબ હાલ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવક અને સુપ્રિમની પૂર્ણ ડેમ ભરવાની મંજૂરી બાદ ૧૩૮.૬૮ મિટરની સર્વોચ્ચ સપાટી પાર કરવા નર્મદા ડેમ આગળ વધી રહ્યો છે. વર્ષ ૨૦૦૪ માં રૂ.૪૬૭૦ કરોડના ખર્ચે બનેલ ડેમના રિવરબેડ અને કેનાલહેડ પાવર હાઉસના ૧૧ ટર્બાઇન ની કુલ ક્ષમતા ૧૪૫૦ મેગાવોટ દ્વારા ૧૬ વર્ષમાં કુલ ૬૩૮૬ કરોડ યુનિટ એટલે કે સરકારી કિંમત મુજબ રૂ.૧૦,૮૨૫ કરોડની વીજળી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના ડેટા મુજબ ઉત્પન્ન કરી છે.જેને જોતા ડેમ પાવર હાઉસ નો ખર્ચ રૂ.૪૬૭૦ કરોડ અને ૮૪ લાખ ઘનમીટર કોન્ક્રીટ ખર્ચ રૂ.૧૬૯૦ કરોડ સરભર થઈ ગયો છે એમ કહી શકાય.