રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
અધિકારીઓ પદાધિકારીઓ ને આડા ધરીને સરકારી બોલીમાં અસરગ્રસ્તોને આપી સાંત્વના…
દશેક દિવસ પહેલાં કેશોદ તાલુકાના ઘેડ પંથકના નદી કિનારે આવેલા ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હોનારતની યાદ તાજી કરાવી હતી ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે જેની હકીકત જાણી રવાનાં થયાં કે તુરંત જ સાંસદ ને મતદારો યાદ આવ્યાં હતાં ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ઓઝત નદી અને સાબળી નદી પરનાં ડેમ ના દરવાજા ખોલવામાં આવ્યા હતાં અને લાખો લીટર પાણી છોડવામાં આવતાં તારાજી સર્જાઈ હતી ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં ન આવતાં નિદોર્ષ ખેડૂતો ને જાન માલની નુકસાની થયેલી છે તેમજ પાણીમાં ફસાઈ જવા ઉપરાંત જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. કેશોદના ઘેડ પંથકના વિસ્તારમાં મુલાકાતે આવેલા સાંસદ સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ ને આડા ધરીને સરકારી પ્રવક્તા ની બોલી બોલીને અસરગ્રસ્તોને સાંત્વના આપી જવાબદારી પુરી કરી હતી. આવનારાં દિવસોમાં કેશોદ વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને સંગઠન ની નિમણુંકો થવાની છે ત્યારે ચાપલૂસી કરવાનાં મલીન ઈરાદાથી આગળ પાછળ કીડીયારું ઉભરાતું નજરે પડ્યું હતું. કેશોદ તાલુકાના ઘેડ પંથકના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત એક ડિંડક હોવાનું ગામઠી ભાષામાં અષ્ટમભષ્ટમ ભાષામાં વાતચીત કરતા સાંભળવા મળી હતી. સાંસદ નો પરિવાર કોરોના મહામારી માં સપડાયો હતો ત્યારે અમુક આગેવાનો અંતર રાખી મને કમને જોડાયા હતાં. સાંસદના પ્રવાસનાં માર્ગમાં ગાબડાં ભરવામાં વ્યસ્ત માર્ગ મકાન વિભાગ ને કેશોદ શહેરી વિસ્તારોમાં પડેલાં ખાડાઓ નજરે નહીં આવ્યાં હોય કે પછી ઠાવકા થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હશે. કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાં પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યા બાદ થયેલી સ્થિતિ અને વરસાદી આંકડા મુજબ અતિવૃષ્ટિ હેઠળ સમાવેશ કરવામાં આવે તો દરેક સમસ્યાનો આપોઆપ ઉકેલ આવી શકે એમ છે ત્યારે સતાધારી પક્ષના પ્રતિનિધિઓ આગેવાનો સરકાર માં સચોટ રજુઆત કરવામાં કેટલાં સક્ષમ છે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.